
” કેવી મજાની એ સોનેરી સાંજ હતી,
જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી “

” એક હલકો સ્પર્શ મોકલું છું હવામાં,
તારી લટ વિખરાઈ જાય તો,સમજી જજે “

” તારી આંખનો ઈશારો માત્ર કાફી હતો,
મારો તો વર્ષોથી તારો જ થવાનો ઈરાદો હતો “

“કેમ વારંવાર પૂછે છે કે તને થયું શું છે,
હવે ન પૂછીશ નહીં તો બોલાય જશે કે તારાથી પ્રેમ થયો છે “

” Good night કહેતા કહેતા સવાર પાડી દેતી રાતો,
બસ કઈક એવીજ હતી તુ અને તારી વાતો “

“તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની “

” શિયાળાના ઠંડા પાણીથી ન્હાતા જેટલી બીક નથી લાગતી,
એટલી બીક તારા રિસાઈ જવાથી લાગે છે દીકુ “

” દીકુ તું યાદ આવે છે વારંવાર,
હવે તો દર્શન આપ એકવાર “

” દીકુ જ્યારથી તું મારી સામે હસી ગઈ,
ત્યારથી તું મારા દિલમાં વસી ગઈ “

” આ રંગોથી તું કેટલું ભીંજવી શકીશ મને,
હું તો તારા પ્રેમથી જ રંગાયેલો છું દીકુ “

” દીકુ તારી હોશિયારી તારા ઘરે,
બાકી હિંમત હોય તો પરણીને આવ મારા ઘરે “

” સપનામાં તું મારી હકીકત છે,
અને હકીકતમાં તું જ મારું સ્વપન છે “

” દુઆમાં તારી બસ મારું જ નામ આવે,
દિલમાં તારો ખયાલ આવે એ પહેલા જ તું મારી પાસે આવે “
Best Love Shayari in Gujarati

” અંધારું પણ ઝળહળી ઉઠે જયારે તું મારી સંગ હોય,
બાકી તારા વિના તો મેઘધનુષ પણ જાણે બેરંગ હોય “

” હું તારો પ્રેમ અને તું મારી લાગણી,
કુદરત પાસે કરી છે તારી જન્મો જન્મની માગણી “

” કોણે કહ્યું કે રાત અંધારી હોય છે,
હોય જો તું મારી સાથે તો ચારે બાજુ રોશની હોય છે

” જ્યારે તું મારી સામે શરમાઈને જોવે છે ને,
હું બતાવી નથી શકતો કે તું કેટલી મસ્ત લાગે છે “

” જ્યારે હું હોઉં એકલો તું મારી પાસે આવી જજે,
બસ કંઈ બોલ્યા વગર મને તારી બાહોમાં સમાવી લેજે “

” કેવો ગજબનો સોદો કરી ગઈ તું મારી સાથે પગલી,
ગાલોના ડિમ્પલ બતાવીને માસુમ દિલ ચોરી ગઈ “

” દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારમાં “

” હું તારો રાજા અને તું મારી રાની,
ક્યારેય ખતમ નહીં થાય આપણી પ્રેમ કહાની “

” તડકામાં ઉભા હોય આપણે બંને એવું મારું ડ્રીમ હોય,
હું બનું આઈસ અને તું મારી ક્રીમ હોય “

” ભલે તું મારી સાથે ના રહે પણ હસતી રહેજે,
કેમ કે ખુશ તો હું તને હસતી જોઇને પણ રહી લઈશ “

” કોણ કહે છે કે શિયાળાની રાત લાંબી હોય છે,
ક્યારેક તું મારી સાથે પ્રેમભરી વાતો કરી તો જો “

” મારી આ લાઈફ કેટલી મસ્ત બની જશે,
જયારે તું મારી વાઈફ બની જશે “