Breakup Photo Shayari Gujarati – Shayari Center

” કેમ સમજાવું કેટલું મુશ્કેલ છે જીવવું,
જેના માટે જીવવું એના વગર જીવવું “

” દુવામાં હંમેશા જેનો સાથ માંગ્યો,
એ જ હમસફર નથી આજે મારી સાથે “

” મન થાય છે કે ત્યાં આવીને ગળે મળી જઉં,
બોલવું કંઈ નથી બસ મનભરીને રડી લઉં “

” હા રોજ વાતો કરું છું હું,
એના જુના ફોટાઓ સાથે “

” હું રોજ તારા વગર માત્ર એક જ કારણથી રહું છું,
તું એકવાર અવશ્ય આવીશ એક કારણ લઈને “

” મૃત્યુ પહેલા પણ એક મૃત્યુ હોય છે,
જુઓ તમે પણ કોઈ પોતાનાથી અલગ થઈને “

” સજા એ છે કે આંખોની નીંદ છીનવી લીધી એણે,
ગુનો એ હતો કે એની સાથે જીવવાના સપના જોયા “

” જાગીને જોઉં તો દરેક સવાર તારા વિનાની,
એના કરતા તો સપના સારા કે તારા વિના એક પણ નહીં “

” એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા પછી,
ત્યાંથી એકલું પાછું ફરવું ખુબ અઘરું હોય છે સાહેબ “

” દુર તો મારાથી તું જતી રહીશ,
પણ શું મારા પ્રેમ વગર રહી શકીશ ? “

” બસ હવે તું તારું ધ્યાન રાખજે,
મારું ધ્યાન રાખનાર તો તું એક જ હતી “

” અમારી તો ઋતુ તમારા પર નિર્ભર હોય છે,
તમે મળો તો વસંત નહીંતર પાનખર હોય છે “

” ભલે તારી સાથે વાત ના થતી હોય,
પણ હું આજે પણ તને MISS કરું છું “
Breakup Photo Shayari Gujarati

” કદાચ મારા પ્રેમમાં જ કોઈ કમી રહી ગઈ હશે,
એટલે જ તું મને આમ છોડીને ચાલી ગઈ “

” મને ખબર છે તું મને મેસેજ નથી કરવાની,
પણ તને ઓનલાઈન જોઇને થોડી આશા રહે છે “

” હું તારા વગર રહી તો શકીશ,
પણ કદાચ જીવી નહીં શકું “

” ચાલ એક વાત કરું મારા દિલની,
કે તારા વગર એ એકલું પડી ગયું છે “

” કોણ જાણે કેટલી સાંજ તારી રાહમાં વીતી ગઈ,
તું જ્યારે હમણાં આવું છું કહીને ચાલી ગઈ “

” લાવીને નજીક તારી મને કોઈ બહુ દુર કરી ગયું,
કિસ્મત પણ ના જાણે કેમ મારી સાથે રમત કરી ગયું “

” મને હતું કે એ નહીં રહી શકે મારા વગર,
પણ એના ચહેરા પરનું સુકુન જોઇને અફસોસ થઇ ગયો “

” પાછું આવવાનું મન થાય તો આવી જજે,
હું આજે પણ ત્યાં જ બેઠો છું જ્યાં તું મને છોડીને ગઈ હતી “

” મળવાનું તો અશક્ય રહ્યું એટલે શબ્દોમાં કહું છું,
તું ત્યાં શ્વાસ લે છે અને હું અહીં જીવી લઉં છું “

” કેવા અજીબ હાદસાઓ થઇ રહ્યા છે,
તું છે જિંદગી ને જિંદગીમાંથી જ જઈ રહી છે “

” વિરહની વેદના પૂછી જોજે મારા ઓશિકાને,
તારા ગયા પછી આંસુના ચોમાસા એણે ઝીલ્યા છે “

” એણે પૂછ્યું કે મારા વગર ફાવી ગયું ?
ખરેખર ફરી એકવાર આંખોના ઝરણામાં પુર આવી ગયું “