Good Morning Gujarati Suvichar Photo

” તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ,
પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ “

” મારી સવારની શરૂઆત પહેલા જ,
તમારી યાદોની શરૂઆત થઇ જાય છે “

” કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા ના લો સાહેબ,
કે એ માણસ સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય “

” સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે છે,
પણ સુંદર સ્વભાવ લોકોના દિલ જીતી લે છે “

” વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી જોઈએ,
કે શંકાનો કોઈ પથ્થર એને તોડી ના શકે “

” સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો,
તે હૃદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે “

” છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ,
મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ “

” કામ સુધારો સાહેબ,
નામ આપોઆપ સુધરી જશે “

” જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય,
અને વિચાર્યું પણ ના હોય અને મળી જાય એનું નામ સુખ “

” જ્યાં મીઠ્ઠો આવકારો ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં,
ચાંદીના ચંમચા અને સોનાની થાળીમાં પીરસાતું હોય “

” બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા,
ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે “

” પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં,
આખો પરિવાર સુખે થી રહે છે “

” પરિવાર નામનો ભલે કોઈ વાર નથી,
પણ તેના વિના એકેય તહેવાર નથી “
Good Morning Gujarati Suvichar Photo

” હું એ લોકોની કદર કરું છું જે સાચું બોલે છે,
પછી ભલે તે ગમે તેટલું ખરાબ હોય “

” જે માણસ મુસીબતો સામે નથી નમતો,
એની જ સામે આ દુનિયા નમી જાય છે “

” હસવાની જગ્યા તો ઘણી હોય છે સાહેબ,
પરંતુ રડવાના ખભા અને ખૂણા બહુ ઓછા હોય છે “

” એ મહત્વનું નથી કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું એ છે કે તમે કઈ ઉંમરના વિચાર રાખો છો “

” સાથની જરૂર તો બધાને પડવાની,
એકલા તો ભગવાનથી પણ નથી રહેવાયું “

” કોઈ મતલબ વગર સારા બનો સાહેબ,
કેમ કે મતલબ માટે તો બધા સારા બને જ છે “

” ગમતા સંબંધોને સાચવી રાખજો સાહેબ,
જો ખોવાશે તો ગુગલ મેપ પણ શોધી નહીં શકે “

” તમારો સારો સમય એને જ આપો,
જે ખરાબ સમયમાં તમારી સાથે હતા “

” સંબંધ માપવાના કોઈ ત્રાજવા નથી હોતા દોસ્ત,
એ તો તમારું વર્તન જ કહી દે છે કોણ કેટલું કિંમતી છે “

” ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો સામે જ બનાય,
જેને વાંચતા અને સમજતા આવડતું હોય સાહેબ “

” લોકો કહે છે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ કદી નમવા જ ના દે “

” આશા ભલે ગમે તેટલી નાની હોય,
પણ નિરાશા કરતા તો સારી જ હોય છે “
- Good Morning Gujarati Suvichar
- Good Morning Images Gujarati With Quotes
- Best Quotes in Gujarati
- Life Good Morning Gujarati Suvichar
- Best Suvichar in Gujarati
- New Good Morning Gujarati Images
- Good Morning Message in Gujarati With Image
- Good Morning Motivational Quotes in Gujarati
- Inspirational Good Morning Quotes in Gujarati With Images