Good Morning Gujarati Suvichar

” માણસ ઓળખતા શીખો નહીંતર,
સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે “

” મિત્રોને પારખવા હોય તો ગાઢ અંધકારમાં પારખજો,
દિવસના અજવાળામાં તો કાચના ટુકડા પણ ચમકે છે “

” અર્પણ કોઈને એવી રીતે થવું,
કે એને સમર્પણ કરવું જ પડે “

” વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે,
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે “

” જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ,
જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય “

” દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે,
જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનુ નક્કી કરો છો “

” તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ,
જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય “

” આગેવાની તમારા કદ પર નિર્ભર નથી હોતી,
એ તમારા ATTITUDE પર નિર્ભર હોય છે સાહેબ “

” એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ,
સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો “

” જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે,
એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે “

” શ્વાસની તકલીફ હોય એની દવા તો મળે છે,
પણ વિશ્વાસની તકલીફ હોય એ આખી જિંદગી રજળે છે “

” મૂંઝાઈને આમતેમ દોડવાથી નહીં,
પણ આત્મવિશ્વાસ પૂર્વક ચાલવાથી સફળતા મળે છે “

” જે જતું રહ્યું એ પાછું આવવાનું નથી,
અને જે આપણું છે એ ક્યારેય જવાનું નથી “
Life Good Morning Gujarati Suvichar

” ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર નથી બનાતું,
એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ સાહેબ “

” બાળપણ એ પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે,
જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે “

” પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા,
સમજદાર બનાવી દે છે “

” અજાણ્યા જેવું કંઈ હોતું જ નથી આ જગતમાં સાહેબ,
જે લોકો છે એ બધા હજુ સુધી ન બનેલા મિત્રો જ છે “

” મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
સંબંધોને પોલીયો થતા અટકાવે છે “

” કરતો હશે ઈશ્વર પણ આ એક જ ફરિયાદ,
મતલબ નીકળી ગયા પછી કોઈ નથી કરતું ફરી યાદ “

” અક્કલ વગરના જ સમય પર સાથ આપી જાય છે,
બાકી ડાહ્યા તો શિખામણ આપીને ચાલ્યા જાય છે “

” પૂર્ણ વિરામ એ માત્ર અંત જ નથી,
નવા વાક્યની શરૂઆત પણ હોઈ શકે છે “

” લાગણીને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે “

” કોઈને નડો નહીં ને સાહેબ,
એ પણ એક સમાજસેવા જ છે “

” મનુષ્ય મળેલી વસ્તુની બે વાર જ કદર કરે છે,
એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ “

” ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો,
દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે “