Heart Touching Love Quotes in Gujarati

ફરિયાદ આવી છે ધબકારાની, કે એવું બીજું કોણ છે જે મારી સાથે ધબક્યા કરે છે !!

તમે સાથે છો તો સફર એટલી ગમી ગઈ છે, કે મને બીક રહ્યા કરે છે ક્યાંક મંઝીલ આવી ન જાય.

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત, એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!

બસ છેલ્લી વાર એવી રીતે મળી જજે, મને રાખી લેજે કાં મારામાં રહી જજે.

કાશ તું પૂછે કે શું જોઈએ ને હું પકડું તારો હાથ, કહું જન્મો જનમ બસ તારા હાથમાં મારો હાથ !!

કહી દો તમારી ઝુલ્ફોને આમ વચ્ચે ના આવે, આજે આંખોને આંખો સાથે વાત કરવી છે !!

કોણે કહ્યું કે રાત અંધારી હોય છે, હોય જો તું મારી સાથે તો ચારે બાજુ રોશની હોય છે !!

આજે બસ એક જ વાત કહેવા માંગુ છું, તારા હૈયામાં હંમેશા રહેવા માંગુ છું !!

તારી અદાએ બધું બોલી દીધું હવે શબ્દોની જરૂર નથી, આંખો જ અક્ષર બની ગઈ તો અવાજની જરૂર નથી !!

તું જ છે મારી દિલવાળી, બની જજે જલ્દી મારી ઘરવાળી !!
Gujarati Love Quotes Images

True Love Quotes Gujarati
લગાવી જો ને હોઠે મને પણ ક્યારેક પગલી, તારી લીપ્સ્ટીક જેટલો જ હું પણ કોમળ છું !!

તને ગળે લગાડી તો એક જ અહેસાસ થયો મને, કે જાણે મારી દુનિયા તારા શરીરમાં સમેટાઈ ગઈ !!

હું તારી વાતો આંખોથી પણ સાંભળી લઈશ, તું નજરોથી એકવાર કહી તો જો મને !!

શંકા હોય તો કોરા કાગળ પર લખી દવ, કાબુમાં નહીં રહી શકે તું મને મળ્યા પછી !!

ગુલાબ મારે નથી જોઈતું જે સાંજે કરમાઈ જાય, જો આપવું જ હોય તો દિલ આપ ક્યારેય કરમાવા નહીં દઉં !!

બારાક્ષરીમાં આટલા બધા શબ્દો છે, છતાં પણ મને તું સૌથી વધુ ગમે છે !!

છે રૂપસુંદરી ને પાછું ગાલે તિલ, બસ એના જ વિચારોમાં ફરે છે આજકાલ મારું દિલ !!

“તું ” જાણે છે કે “સુંદરતા” એટલે શું ? પહેલો શબ્દ ફરીથી વાંચ !!

એક મનગમતી આંખો એવી રીતે સલામ કરી ગઈ, કે મારી જિંદગી એના નામે કરી ગઈ !!

હથેળીનો મિલાપ શું થયો તારી સાથે, નસીબમાંથી દુખની લકીરો જ ભુંસાઈ ગઈ !!