Life Good Morning Gujarati Suvichar

” હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત “

” શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ,
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે “

” કાચ તૂટે અને વિખેરાઈ જાય એ જ સારું દોસ્ત,
બાકી એની તિરાડો નથી જીવવા દેતી કે નથી મરવા દેતી “

” ચોખ્ખું મન અને હસતો ચહેરો,
આજ સાચી સંપત્તિ છે “

” જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે,
અને સાંજ કઈક અનુભવ દઈ ને જાય છે “

” જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,
એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે એ મહત્વનું છે “

” પોતાની તુલના બીજા સાથે ના કરો,
એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો “

” કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી,
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી “

” પાંદડા જેવી ઉમર થઇ ગઈ છે સંબંધોની,
આજે લીલા, કાલે પીળા ને પરમ દિવસે સુકા “

” મહેનત કરવાવાળા માણસ સાથે બીજું કોઈ હોય કે ના હોય,
ભગવાન જરૂર સાથ આપે છે “

” શબ્દો તો માત્ર વાક્યની શોભા છે સાહેબ,
બાકી સમજવાવાળા તો કોરો કાગળ પણ સમજી જાય છે “

” જે સંબંધ દિલથી હોય એ જ આગળ વધે છે,
બાકી આ આંખોની પસંદ તો રોજ બદલાય છે “

” લાગણીઓનો દરિયો ધરાવતો વ્યક્તિ પણ,
ક્યારેક નાના અમથા ખાબોચિયા માટે ઝંખતો હોય છે “
Thought Gujarati Good Morning Images

” ઉંમર ભલે ગમે તેટલી વીતી જાય,
પણ સ્વભાવ અને પ્રભાવમાં ફર્ક ના પડવો જોઈએ “

” જે માણસાઈથી મઢેલી હોય,
તે ઝુપડી પણ હવેલી હોય છે “

” અમુકવાર મેમરી ક્લીયર કરી લેવી સારી,
એ પછી ફોનની હોય કે પછી જીવનની સાહેબ “

” જીતની તો મને ખબર નથી,
પણ મારો દ્વારકાધીશ બેઠો છે એ મને હારવા નહીં દે “

” જિંદગી ક્યારેય સરળ નથી હોતી,
અને સરળતાથી વીતે એ જિંદગી નથી હોતી “

” સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો,
તમારી સફળતાથી ખુશ થનારને શોધવાનો હોય છે “

” જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો,
હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે “

” રસ્તો મળશે આગળ વધવાથી,
ખાલી વિચાર કરવાથી નહીં સાહેબ “

” કોઈને હરાવવું તો ઘણું સહેલું છે,
પણ કોઈ માટે હારી જવું ઘણું અઘરું છે “

” આ દુનિયાનો એક નિયમ છે દોસ્ત,
હદથી વધારે નમશો તો તમને ગુલામ જ સમજશે “

” સારા લોકોમાં એક ખરાબી હોય છે,
એ બધા લોકોને સારા સમજી લે છે “

” જયારે આપણે સંબંધો માટે સમય નથી કાઢી શકતા,
ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ જ કાઢી નાખે છે “