Love Quotes in Gujarati with Images

” સારા અને સાચા હમસફરનો સાથ,
માણસને ક્યારે થાકવા નથી દેતો “

” બહુ પ્રેમથી રાખીશ તને,
એકવાર મારી થઇને તો જો “

” ના ઓછો થશે ના પૂરો થશે,
મારા દિલમાં તારા માટેનો પ્રેમ હંમેશા વધતો જ જશે “

” આમ મારકણી નજરે જોઈ રહેવું તારું,
ઘાયલ કરી નાખે છે દિલ મારું “

” દિલ આજે પણ દુવા કરે છે એના માટે,
જેણે મને દિલમાંથી કાઢી નાખ્યો છે “

” કંઇક એવી રીતે પ્રેમ કરવો છે તને,
કે તારા નામથી જ ઓળખે આ દુનિયા મને “

” દુખના ઢગલામાંથી થોડું સુખને ચાળી લઈશું,
બંને સાથે હોઈશું તો બધું સંભાળી લઈશું “

” હૈયાની વાત હૈયામાં નહીં રાખું,
બસ મળે જો તારો સાથ તો બધુ કહી નાખું “

” તમને પ્રેમ કરું છું સાંભળવા કરતા,
તમારી સાથે છું સાંભળવું વધારે ગમશે “

” બહુ ફર્ક હતો અમારી મોહબ્બતમાં,
મને એની સાથે હતી અને એને કોઈ બીજા સાથે “

” મારા દુઃખનું કારણ કોઈપણ હોય,
મારા સુખનું કારણ માત્ર તમે જ છો “

” ગુસ્સો કરીશ અને મનાવી પણ લઈશ,
હેરાન કરીશ પણ ક્યારેય છોડીશ નહીં “

” બહુ ઉંચી અપેક્ષાઓ નથી અમારી,
રહેવા માટે તારા દિલ જેવું ઘર મળે તો ચાલે “
Love Quotes in Gujarati with photos

” ખબર જ ના પડી કેમ થઇ ગયો,
તને રોજ આમ હસતા જોઇને પ્રેમ થઇ ગયો “

” જયારે પણ કંઈ મનગમતું માંગવાની વાત આવે,
મારા મોઢે હંમેશા એક તારું જ નામ આવે “

” ત્યારે હું ખુબ નસીબદાર હોઈશ,
જયારે મારા નસીબમાં તું હોઈશ “

” તું એટલે મારા ચહેરા પર,
Smile લાવવાનું એક કારણ “

” જ્યારથી એક માછલીએ આંખ મારી છે,
ત્યારથી દરિયો શરમનો માર્યો પાણી પાણી થઇ ગયો છે “

” તું નજર ના લાગે એટલે કાજલ લગાવે છે,
કે પછી નજર ના હટે એટલા માટે “

” જો તું થોડાક કદમ સાથે ચાલે ને,
તો મને આ રસ્તાથી પ્રેમ થઇ જાય “

” સાચી લવ સ્ટોરી તો,
દોસ્તી પછી જ ચાલુ થાય “

” ગમતી વ્યક્તિ સાથેની,
૩ કલાક પણ ૩ મિનીટ જેવી લાગે છે “

” હશે જમાનો તારી ખુબસુરતીનો દીવાનો,
પણ હું તો તારી આંખો પર જ મરું છું “

” ભાર એવો આપજે કે ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકુ “

” તારી નજીક હોવ કે ના હોવ,
બસ તારા દિલની નજીક રાખજે મને “