New Good Morning Gujarati Images

” દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો “

” કોઈ તમને દુઃખી કરે તો એમાં એમનો વાંક નથી,
કદાચ એવું પણ બને કે તમારી અપેક્ષાઓ જ વધારે હોય “

” એમ જ નથી બનતી મસ્ત રંગોળી સાહેબ,
અલગ અલગ રંગોને પણ એક થવું પડે છે “

” માનવી તો માફ કરતો હોવો જોઈએ,
સજા આપવા તો ભગવાન બેઠો છે “

” દુનિયા તમને ક્યારેય હરાવી નથી શકતી,
જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ “

” જીદની એક ગાંઠ જો છૂટી જાય,
તો ગૂંચવાયેલા બધા સંબંધો સીધાદોર થઇ જાય “

” જિંદગીમાં થોડું અંધારું શું થયું,
બધા લોકોના રંગ રેડીઅમની જેમ સ્પષ્ટ દેખાવા લાગ્યા “

” આ નાનકડી જિંદગીમાં એક વાત હંમેશા યાદ રખાય,
વેવાર બધા સાથે રખાય પણ વિશ્વાસ કોઈ પર ના રખાય “

” જો તમારે એ જોઈએ છે જે તમારી પાસે ક્યારેય નહોતું,
તો તમારે એ કરવું પડશે જે તમે ક્યારેય નથી કર્યું “

” નવેસરથી ઘડાવા માટે,
ક્યારેક ભાંગી જવું પણ જરૂરી હોય છે “

” કદાચ નાપાસ થશો તો ચાલી જશે સાહેબ,
પણ નાસીપાસ થશો તો નહીં ચાલે “

” સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે “

” એવા લોકો પાછળ તમારી લાગણીઓ ના બગાડો,
જેમને એ લાગણીઓની જરૂર કે કદર જ નથી “
Good Morning Gujarati Suvichar

” જે લોકો હંમેશા હસતા રહે છે,
બસ એ લોકોએ જિંદગીને સમજી લીધી છે “

” તમે જેટલા સારા બનતા જશો,
દુનિયા એટલી જ તમને વાપરતી જશે “

” ખાલી ભણતરનું કોઈ મહત્વ નથી સાહેબ,
થોડાક સંસ્કાર પણ હોવા જરૂરી છે “

” નાની નાની ખુશીમાં ખુશ રહી લેવું સાહેબ,
મોટા મોટા ગમ તો આવ્યા રાખે “

” જરૂરી નથી કે બધે તલવાર લઈને ફરો,
ધારદાર ઈરાદાઓ પણ જીત અપાવે છે “

” જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઈ શકે,
તેનાથી વધારે ભાગ્યશાળી દુનિયામાં બીજો કોઈ નથી “

” જિંદગીમાં બે વાર મોટા ફેરફાર થાય છે,
જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશે અને જયારે કોઈ દુર થાય છે “

” જે દાદર નીચે લાવે છે એ જ તમને ઉપર લઇ જાય છે,
તમે કઈ દિશા પકડો છો તે મહત્વનું છે “

” ભગવાન બધાને હીરા જ બનાવે છે,
બસ જે ઘસાય છે એ જ ચમકે છે “

” સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે,
પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે “

” આશીર્વાદના ભલે કોઈ રંગ નથી હોતા,
પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે “

” વ્યક્તિ શું છે એ મહત્વનું નથી,
પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે “