Sad Quotes in Gujarati On Life | Life Sad Quotes in Gujarati

” આ જિંદગી છે સાહેબ,
જીવવાનું શીખવ્યા વગર મરવા નથી દેતી “

” સિગરેટ ભલે ગમે તેટલી હાનીકારક હોય,
પણ જિંદગી બરબાદ કરવામાં માણસને કોઈ ના પહોંચે “

” જયારે દુઃખ હદથી વધી જાય,
માણસ ખામોશ થઇ જાય છે “

” જયારે તમારો સમય ખરાબ હોય,
ત્યારે લોકો હાથ નહીં તમારી ભૂલ પકડતા હોય છે “

” અંતે એકલા જીવવાનું શીખી લીધું,
ખબર નહીં ક્યારે કોણ સાથ છોડી દે “

” જે લોકો પરથી આપણું મન જ ઉઠી જાય,
એ લોકો વિશે પછી કોઈ ફરિયાદ ક્યાં રહે છે “

” એક માણસને ખોઈને આગળ તો વધી શકાય પરંતુ
હજારો લોકો મળીને પણ એની ખોટ પૂરી કરી શકતા નથી “

” પથ્થર દિલ બનવું એ મારી મજબૂરી છે,
કેમ કે જો હું તૂટી જઈશ તો કોઈ મને ફરીથી જોડી નહીં શકે “

” જેના માટે હું મારો જીવ આપી શકું,
અફસોસ કે એમને મારી કોઈ કદર જ નથી “

” કહેવા માટે તો ઘણું છે,
પણ હવે કંઈ ના કહેવું એ જ બહુ સારું લાગે છે મને “

” ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ,
દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી સાહેબ “

” તમારો ખાસ હોવાનો ભ્રમ પણ તૂટી જશે બસ
સામેવાળાની જરૂરિયાત પૂરી થઇ જવા દો સાહેબ “

” જેમ જેમ જિંદગી વીતી રહી છે,
એહસાસ થાય છે કે કોઈ કોઈનું નથી હોતું “

” જે ખાસ હોય છે,
એ અમુક સમય સુધી જ આપણી સાથે હોય છે “

” બધાને ખુશ રાખવાના ચક્કરમાં,
હું પોતે દુઃખી થઇ ગયો છું “

” જેને તમે તમારા સમજો છો,
એ ભાગ્યે જ તમને એમના સમજે છે “

” એકલાપણું એટલું વધી ગયું છે ને સાહેબ,
કે કોઈ અજાણ્યું વ્યક્તિ હાલચાલ પૂછે તો પોતાનું લાગે છે “

” લોકોને તમારી અંદરની ખામીઓ,
મતલબ પૂરો થયા પછી જ દેખાશે “

” હવે ભરોસો નથી એ વાત પર,
કે સમય જતા બધું ઠીક થઇ જાય છે “

” જયારે આપણને કોઈ ના સમજે,
ત્યારે મ્યુઝીક આપણું બેસ્ટફ્રેન્ડ બની જાય છે “

” મારું માનો તો એકલા જ રહેવાય,
કોઈ દગો તો ના આપે “

” બદલાઈ નથી ગયા અમે સાહેબ,
બસ આ મતલબી દુનિયાને ઓળખી ગયા છીએ “

” દગો પણ મફતમાં ક્યાં મળે છે સાહેબ,
એના માટે લોકોનું ભલું કરવું પડે છે “