Good Morning Motivational Quotes in Gujarati – Shayari Center
Good Morning Motivational Quotes in Gujarati

” હંમેશા એકલા રહેવાની હિંમત રાખો કેમ કે
જરૂર નથી કે જે તમારી સાથે હતા એ આગળ પણ તમારી સાથે જ રહે “

” દિલ દરિયા જેવું રાખજો સાહેબ,
પછી ખુદ નદીઓ પણ સામેથી મળવા આવશે “

” ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે,
ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે “

” ખાલી ઈચ્છા રાખવાથી ફળ નહીં મળે,
કર્મની ડાળીને હલાવવી પડશે “

” નમતી ડાળને કારણ વિના વાઢી નાખી,
પછી છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી “

” જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ,
બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે “

” એક મિત્ર કર્ણ જેવો પણ રાખવો જોઈએ,
જે તમારી ભૂલ હોવા છતાં પણ મહાભારત લડે “

” ખાલી એક તારીખ બદલાશે આજે,
જિંદગી તો તારે જાતે બદલવી પડશે “

” સાહેબ પૈસો માણસને ખરીદી ગયો,
માણસ એ ભ્રમમાં રહી ગયો કે હું પૈસાથી બધું ખરીદુ છું “

” જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ હોય તો એ છે,
કોઈ આપણને સાચા હ્રદયથી યાદ કરતું હોય “

” દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે,
ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે “

” ભૂલ કરી હોય તો કબુલી લેવું સારું,
કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહિ ટકી શકે “

” વરસાદ શીખવે છે કે જિંદગીની અદભુત ક્ષણો,
પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે “
Good Morning Inspirational Quotes in Gujarati

” જિંદગીના દાખલાઓમાં મુંઝાતો નહીં દોસ્ત,
જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં ઘણી વાર મેથડ ખોટી હોય છે “

” મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા ભટકતા,
ખોવાઈ તો એ લોકો ગયા છે જે ઘરથી નીકળ્યા નથી “

” પ્રેમ વ્યક્તિની એ તાકાત છે જે એને મળી જાય તો એ,
જીંદગીમાં ક્યારેય કોઈનાથી નથી હારી શકતો “

” દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી,
અમુક ભૂલ માટે પરિણામ પણ ભોગવવા પડે છે “

” આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા વાળા કરતા,
સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે “

” જો હારવાની બીક લાગતી હોય,
તો જીતવાની ઈચ્છા ક્યારેય ના રાખતા “

” ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ,
એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે “

” Morning તો રોજ થાય છે,
પણ આપડે તેને Good બનાવવી પડે છે “

” વ્યક્તિના શરીરનો સૌથી ખુબસુરત હિસ્સો તો દિલ છે,
જો તે જ સાફ ના હોય તો ચમકતો ચહેરો પણ કંઈ કામનો નથી “

” જીવનમાં જો ખરાબ અનુભવ થાય તો ધીરજ રાખજો મિત્રો,
કેમ કે રડીને હસવાની મજા જ કઈક અલગ હોય છે “

” પોતાની સમજદારી જ મહત્વની છે સાહેબ,
બાકી અર્જુન અને દુર્યોધનના ગુરુ એક જ હતા “